Hitarth Children Hospital And Dental Clinic, Dr. Parthiv Shah and Dr. Sejal Shah Call:+91 9825154746, 9925452700 Address: Hitarth Children Hospital, Second Floor, Himalay Complex, Nehru Park, Near Vastrapur Lake, Ahmedabad, Gujarat 380015
Hitarth Children Hospital And Dental Clinic, Dr. Parthiv Shah and Dr. Sejal Shah Call:+91 9825154746, 9925452700
Address: Hitarth Children Hospital, Second Floor, Himalay Complex, Nehru Park, Near Vastrapur Lake, Ahmedabad, Gujarat 380015
રોટાવાઈરસ ઈન્ફેક્શન મહદ્અંશે ૫ વર્ષથી નાના બાળકોને થાય છે. ૬ મહિનાથી ૩ વર્ષના બાળકોમાં રોગની ગંભીરતા સહુથી વધુ જોવા મળે છે.
રોટાવાઈરસ એક ડેમોક્રેટીક વાઈરસ છે. તે દેશ,ખંડ,જાતિ,સમુદાય, સમાજ, અમીર, ગરીબના ભેદભાવ વગર વિશ્વના દરેક દેશમાં ફેલાયેલો છે. સમશીતોષ્ણ હવામાન ધરાવતા દેશોમાં એ સૂકી ઋતુમાં તો ઉષ્ણકટિબંધ હવામાન ધરાવતા દેશોમાં એ બારમાસી અસ્તિત્વ ધરાવે છે. જો કે, આપણા ગુજરાતમાં એનું પ્રમાણ શિયાળામાં થોડું વધારે જોવા મળે છે. રોટાવાઈરસ અતિશય ચેપી છે.એનુ ઈન્ફેક્શન ફીકોઓરલ રૂટ એટલેકે મળમાં રહેલ વાઈરસ કોઈ રીતે મ્હો વાટે પ્રવેશ પામે (શૌચ પછી બરાબર હાથ સાફ ના કર્યા હોય) ત્યારે થાય છે. સપાટી પર રહેલ વાઈરસ પણ મ્હો વાટે પ્રવેશ પામી ઈન્ફેક્શન કરી શકે છે. શ્વસનતંત્ર એટલે કે રેસ્પીરેટરી રૂટથી પણ વાઈરસ એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં ફેલાઈ શકે છે.
Comments
Post a Comment